મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે મારામારી, બે વ્યક્તિઓને ઇજા

- text


યુવાનની ફરિયાદ પરથી બી ડિવિજન પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા

મોરબી : મોરબીના સામાકાંઠે હાથ ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી મામલે મારમારી થઈ હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય રોપીઓને ઝડપી લીધા હતા.

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પીટલ પાછળ આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા કેશુભાઈ પ્રભુભાઈ મોરતરીયા (ઉ.વ.૪૬) એ આરોપીઓ બાબુભાઈ લીંબાભાઈ સનુરા, મયુર ઉર્ફે મયલો બચુભાઈ સનુરા, રાહુલભાઈ બચુભાઈ સનુરા, જસમતભાઈ બચુભાઈ સનુરા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૮ના રોજ એક આરોપી પાસેથી ફરીયાદીએ હાથ ઉછીના રૂપીયા લીધા હતા. આ રૂપિયાની ફરીયાદી પાસે આરોપીએ ઉઘરાણી કરી હતી. આથી, ફરિયાદીએ થોડાક દિવસ પછી રૂપિયા આપી દેવાનુ કહેતા આ બાબતે બોલાચાલી કરી ગાળો આપી ઝઘડો કરીને આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી તેમજ લોખંડના પાઈપ વતી ફરીયાદી તથા સાહેદોને મારી મુંઢ ઈજા કરી હતી. યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતાની સાથે બી ડિવિજન પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text