મોરબીમાં ભારે વરસાદથી બે દુકાન ધારાશાયી, સદનસીબે જાનહાની ટળી

- text


મોરબી : મોરબીમાં રવિવારે મેઘરાજાએ કહેર વરસાવ્યો હતો અને ભારે પવન તથા ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. આ આકાશી આફતથી ઠેરઠેર નુકશાની થયાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે વધુ એક નુકશાનીના અહેવાલ મુજબ મોરબીના સુધારા રોડ ઉપર આવેલી બે દુકાન ધરાશાયી થઈ હતી. ભારે વરસાદ અને પવનને કારણે આ બન્ને દુકાનની છત પડી ગઈ હતી અને ભારે નુકશાન થયાનું જાણવા મળ્યું છે. જો કે ગઈકાલે રવિવાર હોવાથી રજાને કારણે દુકાનો બંધ હોય, આ દુકાન પડવાની દુર્ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text