હડમતીયા ગામે માનસિક બીમારીથી કંટાળી પરિણીતાએ પિયરમાં ઝેરી દવા પી લેતા મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે એક પરિણીતાએ પિયરમાં માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આથી, તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 18ના રોજ હડમતીયા ગામની સીમમાં વિનુભાઇ પટેલની વાડીએ આશાબેન લક્ષ્મણભાઇ પીંગળ (ઉ.વ. 19)એ પોતાના માવતરની ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. આથી, તેનું મૃત્યુ થયું છે. મૃતક આશા માનસીક અસ્થીર હતી તથા તેને માથામા દુ:ખાવો રહેતો હોવાથી કંટાળીને આપઘાત કર્યો હતો. તેમજ તેનો લગ્નગાળો 1 વર્ષનો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે બનાવની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text