મોરબી કોલ એસોસીએશને પણ બ્રિજેશ મેરજાને ખુલ્લું સમર્થન જાહેર કર્યું

- text


કેબિનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં મળી કોલ એસોશિએશનની બેઠક

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને અગ્રીમ હરોળના નેતાઓ મોરબીના વિવિધ સંગઠનો એસોસીએશનો સાથે બેઠકો યોજી રહ્યા છે ત્યારે શનિવારે હરભોલે હોલ ખાતે મોરબી કોલ એસોસિએશનની બેઠક યોજાઇ હતી.

હરભોલે હોલ ખાતે યોજાયેલી કોલ એસોશિએશનની બેઠકમાં કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા, કોલ એસોસિએશનના પ્રમુખ જીગ્નેશભાઈ કૈલા, જેન્તીભાઈ પડસુમિયા (મોરબી તાલુકા ભાજપ મહામંત્રી), જયદીપભાઇ હૂંબલ (મોરબી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એસોસિએશનના મોટાભાગના સભ્યોની હાજરી વચ્ચે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા તથા સૌરભભાઈ પટેલે મોરબીના ઉધોગોમાં કોલ એસોસિએશનના યોગદાન અને પ્રદાનને આવકાર્યું હતું. તો બીજી તરફ એસો. તરફથી બ્રિજેશ મેરજાને વિજયી બનાવવા માટે સમર્થનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આમ ભાજપને હાલતો વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને વેપારી મંડળોનું સમર્થન મળી રહ્યું છે. ત્યારે આ સમર્થન ચૂંટણીના પરિણામોમાં પલટાય અને વધુ મતદાન થાય તે પણ ભાજપના આગેવાનો હાલ કામે લાગ્યા છે.

- text

- text