નાની વાવડી ગામે વીજળી પડતા મકાનની છતમાં નુકસાન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા

મોરબી : મોરબી પંથકમાં આજે ફરી એકવાર આકાશી આફત વરસી હતી. ખાસ કરીને તોફાની વરસાદ સાથે વીજળીના ભયંકર કડકા ભડાકા થયા હતા અને બૅથી ત્રણ સ્થળે વીજળી પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં મોરબીના નાની વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા ચતુરભાઈ મોહનભાઇ તૈયાના મકાનની છત પર વીજળી પડી હતી.વીજળી પડતા મકાનની છતમાં નુકસાન થયું હતું. આ મકાન ઉપર વીજળી પડતા તેની આજુબાજુના મકાનમાં ફ્રિજ, ટીવી, પંખા જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયાનું રહેવાસીઓએ જણાવ્યું હતું. જોકે સદનસીબે આ વીજળી પડવાની ઘટનામાં જાનહાની થઈ ન હતી.