મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાત માસથી ફરાર આરોપી ચોટીલાથી ઝડપાયો

- text


મોરબી : નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે.

મોરબી પોલીસની ટીમને આરોપીઓની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતા-ફરતા આરોપી અજય ઉર્ફે પાટો મનીષભાઇ મેર (ઉ.વ. 24, રહે. નારીયેલી, તા. ચોટીલા) નારીયેલી ગામે છે. જેના આધારે પોલીસે આરોપીની ગત તા. 11ના રોજ તપાસ કરતા તે જગ્યાએથી આરોપી અજય મળી આવ્યો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text