વરસાદની અગાહીના પગલે વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા.15મીથી મગફળીની આવક બંધ કરાશે

- text


વાંકાનેર : આગામી તા. 16 થી 18 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી, વરસાદમાં ખેડૂતોનો માલ પલળી ન જાય તે માટે વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા. 15મીથી મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

વાંકાનેર એ.પી.એમ.સી.ના સેક્રેટરીના જણાવ્યા મુજબ હાલ ખેતરોમાં પાકના ઉતારાની સિઝન ચાલતી હોવાથી વાંકાનેર માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. આ દરમ્યાન હવામાન ખાતા દ્વારા આગામી તા. 16 અને 17 તેમજ તા. 18 ઓક્ટોબરે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આથી, વાંકાનેર માર્કેટ યાર્ડમાં સંભવિત વરસાદથી ખેડૂતોનો માલ પલળે નહિ, તે માટે વાંકાનેર માર્કેટ યાર્ડમાં આવતીકાલ તા.14 સુધી જ મગફળીનો ઉતારો કરવા દેવામાં આવશે. ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી વાંકાનેર માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સર્વે ખેડૂતો અને દલાલો-વેપારીઓએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text