હળવદના શક્તિનગર નજીક 2267 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બેની અટકાયત

- text


સ્ટેટ વિજિલન્સની કાર્યવાહી : રૂ. ૧૧.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ : હળવદમાં મોડી રાત્રીના સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને શક્તિનગર પાસેથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને એક મેટાડોર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શક્તિનગર પાસે ગત મોડી રાત્રીના ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ કોર્ડએ દારૂ ભરેલી મેટાડોરને ઝડપી પાડી હતી. આ મેટાડોરમાંથી ૨૨૬૭ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી રૂ. ૮.૧૫ લાખના દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે કુલ રૂપિયા રૂ. ૧૧.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તેમજ આ દારૂના જથ્થા પાછળ હજુ કોણ-કોણ સંકળાયેલા છે, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text