આજે 124 શિક્ષિત બેરોજગાર યુવાનો મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે

- text


પેટા ચૂંટણીમાં બેરોજગાર યુવાનોની સરકાર સામે ગાંધીગીરી

મોરબી : ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. બે મુખ્ય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જો કે લીંબડી બેઠક માટે બીજેપી-કોંગ્રેસે ઉમેદવારો જાહેર નથી કર્યા. બીજેપીએ 8 પૈકી 7 બેઠકોના જ્યારે કોંગ્રેસે 8 પૈકી 5 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટે બન્ને પાર્ટીઓએ ઉમેદવારો જાહેર કર્યા છે. આ દરમ્યાન શિક્ષિત બેરોજગાર અને ખાસ કરીને એલઆરડી જવાનોની ભરતીના આંદોલનકારીઓએ સરકાર સામે ગાંધીગીરીનું અહિંસક શસ્ત્ર ઉઠાવ્યું છે.

યુવા બેરોજગાર સમિતિના અધ્યક્ષ દિનેશ બાંભણીયા ગઈકાલે જ મોરબી પહોંચ્યા છે. અહીં તેઓએ જાહેરાત કરી છે કે 124 બેરોજગાર યુવાનો આજે 11 વાગ્યે ડેપ્યુટી કલેકટર પાસે પહોંચી ચૂંટણી લડવા માટેના ફોર્મ ઉપાડશે. આ જાહેરાતથી ખળભળાટ મચી જવા સાથે તંત્રની ચિંતામાં વધારો થયો છે. મોરબીમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી સ્વરૂપ તમામ બેરોજગરો બીજેપીના કાર્યાલયે જશે. જો રેલીની મંજુરી નહિ મળે તો બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલના સ્ટેચ્યુને ફૂલહાર કરશે અને ત્યાર બાદ ફોર્મ ઉપાડવા માટે જશે.

- text

દિનેશ બાંભણીયાની આ જાહેરાતથી રાજકીય માહોલ ગરમાયો છે. લોકશાહીમાં દરેક નાગરિકને ચૂંટણી લડવાનો અધિકાર સંવિધાને આપ્યો છે. આ પ્રક્રિયામાં કોઈપણ પાર્ટી કોઈ વ્યક્તિને અટકાવી શકતી નથી. લોકશાહીમાં વિરોધ કરવો એ પણ એક અધિકાર છે. જો કે હાલ કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે સરકાર લોકોને કે વિરોધપક્ષને પણ વિરોધ કરવાની તક આપતી નથી ત્યારે ચૂંટણી પ્રક્રિયાના ભાગ રૂપે, એનો સહારો લઈ બેરોજગારો ગાંધીગીરી કરશે ત્યારે તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે છે એના તરફ સૌની મીટ મંડાઈ છે. ઉલ્લેખનીય છે કે લીંબડી વિધાનસભા માટે કોંગ્રેસ-ભાજપે હજુ ઉમેદવાર નક્કી નથી કર્યા પરંતુ આ બેઠક માટે પણ 100થી વધુ શિક્ષિત બેરોજગારોએ ફોર્મ ઉપાડ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text