વાંકાનેરમાં યુવાનને માર મારી પૈસા ભરેલો થેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ

- text


બાઈક પર આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ યુવાનને રસ્તામાં આંતરી લૂંટની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર નજીક યુવાનને માર મારી પૈસા ભરેલો થેલો ઝૂંટવી લેવાનો હીંચકારો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈક પર આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ યુવાનને રસ્તામાં આંતરી લૂંટની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આથી, વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના જુના ઢુવા ગામે રહેતા અને નોકરી કરતા ઇકબાલભાઇ હસનભાઇ સીપાઇ (ઉ.વ. ૨૯) નામના યુવાને અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૬ સપ્ટેમ્બરના રોજ રાત્રીના ફરીયાદી પોતાની ઓફીસથી પોતાનુ મોટર સાયકલ લઇને ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં સામેથી જી.જે.-૩૬-જે-૧૮૭૪ નંબરના બાઈક પર આવેલ અજાણ્યા ત્રણ ઇસમોએ અચાનક ફરીયાદીને ધોકો મારી બાઈક પરથી નીચે પાડી દીધા હતા. તેમજ આરોપીઓએ ફરીયાદીને ધોકા વડે શરીરે મારમારી બંને હાથે ફેકચર કરી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી પાસે રહેલ પૈસા ભરેલ બેગ પડાવવાની કોશીષ કરી હતી. યુવાને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text