મોરબી : લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી નજીક આવેલા એક સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી આરોપી સંજય રાણા સોલંકી ગત તા.10ના રોજ ભગાડી ગયો હતો. આથી, સગીરાના પિતાએ આરોપી સામે પોતાની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text