મોરબી પાલિકા, જિ. પં. અને તા.પં.ની ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ

- text


 

રાજ્યની 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી મોકૂફ

મોરબી : મોરબી પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ રાખવામાં આવી છે. બાદમાં આ ચૂંટણી ક્યારે યોજવી તે અંગે ત્રણ માસ બાદ સમીક્ષા હાથ ધરીને નિર્ણય લેવામાં આવનાર છે.

- text

ગુજરાતમાં આગામી નવેમ્બરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. પરંતુ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બરમાં પુરી થઈ રહી છે. રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ પંચાયતોની ચૂંટણીની કવાયત ખુબ જ મોટી બની રહે તેમ હોવાથી ચૂંટણીપંચ પણ અવઢવમાં હતું. કેટલાક દિવસોથી કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી મોડી થવાની અટકળો ચાલી જ રહી હતી.

આ અંગે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવ્યું છે કે આગામી ત્રણ માસ પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. માટે મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ ત્રણ માસ માટે મોકૂફ રહી છે.

- text