મોરબી અને રાજકોટ હાઇવે પર રૂ. 49 લાખની જીએસટી ચોરી પકડાઈ

- text


જીએસટી મોબાઇલ સ્કવોર્ડ સીરામીક માલની હેરફેર કરતા ટ્રકોમાં સઘન ચેકિંગ કરીને 21 જેટલા વાહનોને બિલ વગર ઝડપી લીધા

મોરબી : મોરબી સીરામીક એકમોનો માલ બીલ વગર જ મોકલાતો હોવાની ફરિયાદો વચ્ચે જીએસટી મોબાઇલ સ્કવોર્ડ મોરબી અને રાજકોટ જિલ્લાના હાઇવે પર સીરામીક માલ ભરીને નીકળેલા ટ્રકોનું સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં 21 જેટલા વાહનો બિલ સહિતના દસ્તાવેજો વગર પકડાયા હતા. આથી, રૂ. 49 લાખની જીએસટી ચોરી પકડાઈ હોવાનું બહાર આવ્યું છે.

મોરબી અને રાજકોટ અને મોરબી જિલ્લામાં જીએસટી ચેકીંગમાં રૂ. 49 લાખની કરચોરી ઝડપાઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં આશરે રૂ. 300 કરોડનું સીંગદાણા બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે રાજકોટ મોરબી જિલ્લાના હાઇવે પર GST મોબાઈલ સ્ક્વોડે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું અને હાઇવે પર સિરામિક, મશીનરી પાર્ટ્સ, સ્ક્રેપ, લોખંડ સહિતના ટ્રકોને રોકી તાપસ હાથ ધરી હતી. જેમાં 21 જેટલા વાહનો બિલ સહિતના દસ્તાવેજો વગર ઝડપાયા હતા. આથી, કરચોરી અને દંડ પેટે 49 લાખની વસુલાત કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text