ટંકારાના BLOને ચુંટણીની કામગીરીમાંથી મુક્તિ આપવા મામલતદારને આવેદન

- text


ટંકારા : વિધાનસભા ચુંટણી – 2020માં મોરબી-માળિયા મત વિસ્તારની ચુંટણી ફરજમાં ટંકારા તાલુકાનાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોનાં ઓર્ડર થયેલ છે. ત્યારે BLOને ચુંટણીની કામગીરીમાંથી મુક્તિ આપવા બાબતે ટંકારા તાલુકા BLO કર્મચારી જૂથ દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારીને સંબોધીને ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ બાબતે લેખિતમાં રજૂઆત કરાઈ છે કે વિધાન સભા ચુંટણીમાં BLO તરીકેની કામગીરી કરતા શિક્ષકોને ભૂતકાળમાં કયારેય ચુંટણીની ફરજ સોપવામાં આવેલ નથી. BLO તરીકે ચુંટણી સંદર્ભની તમામ કામગીરી જેવી કે – મતદારોનું સર્વે (ડોર ટુ ડોર) નવા નામાંકન, સુધારા કરવા, કમી કરવા, મતદારોની ખરાઇ હયાતી બાબત, ઇપીક કાર્ડ વિતરણ, BLO રજી. દર વર્ષે અધ્યતન બનાવવાની કામગીરી, જેવી કામગીરી ખુબ નિષ્ઠાથી કરતા હોય – તો પછી આ ચુંટણી ફરજમાં શા માટે જોડવા જોઇએ? BLO તરીકે જોડાયેલા શિક્ષકોએ પ્રત્યક્ષ ચુંટણી કામગીરી ઘણા વર્ષોથી ન કરેલી હોય, આથી, પ્રિસાઇડીંગ જેવી કામગીરી મુશ્કેલ રહેશે. તેમજ ટંકારા તાલુકાનાં અન્ય કર્મચારી કે જેઓ BLO નથી તેવા કર્મચારીને ઓર્ડર નથી તો BLO ની બદલે તેવા કર્મચારીનાં હુકમ થાય તેવી અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text