માસ્ક વિના ફરવું ભારે પડ્યું : મોરબી જિલ્લામાં 4 મહિનામાં રૂ. 88.70 લાખનો દંડ વસુલાયો

- text


મોરબી : કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે શરૂઆતથી જાહેર સ્થળોએ ફરજીયાત માસ પહેરવાની અને જાહેર થુંકવાની મનાઈ ફરમાવી દીધી હતી અને આ માટે કડક દંડની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. ખાસ કરીને માસ્ક ન પહેરવા બદલના દંડમાં સરકારે સમયાંતરે ઉતારોતર વધારો કરીને હવે રૂ.1 હજારનો દંડ કરી નાખ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં જાહેર સ્થળોએ થુંકવા અને માસ્ક ન પહેરવા બદલ અવિરતપણે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ચાર મહિનામાં 25,607 લોકોને રૂ. 88.70 લાખનો દંડ કરાયો છે.

મોરબી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક શાખા દ્વારા જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ અને જાહેરમાં થુંકવા બદલ સરકારના નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક શાખા દ્વારા ગત તા.1 જૂનથી 7 ઓક્ટોબર સુધી કરેલી દંડનીય કાર્યવાહીની વિગત જોઈએ તો મોરબી સીટી એ ડિવિજન દ્વારા 3159 લોકોને રૂ. 13,07,400, મોરબી સીટી બી ડિવિજન દ્વારા 3850 લોકોને રૂ. 14,67,900, મોરબી તાલુકા પોલીસ દ્વારા 2243 લોકોને રૂ. 8,38,400, વાંકાનેર સીટી પોલીસ દ્વારા 2749 લોકોને રૂ. 7,61,500, વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા 2568 લોકોને રૂ. 10,03,800, માળીયા (મી.) પોલીસ દ્વારા 1993 લોકોને રૂ. 7,27,100, ટંકારા પોલીસ મથક દ્વારા 3458 લોકોને રૂ. 10,71,700, હળવદ પોલીસ મથક દ્વારા 1691 લોકોને રૂ. 5,19,600 અને ટ્રાફિક શાખા દ્વારા 3896 લોકોને રૂ.11,73,500 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન વખતે માસ્ક ન પહેરવા બદલનો દંડ રૂ. 200 હતો. પણ લોકડાઉન ખુલતાની સાથે લોકો માસ્ક વિના જાહેરમાં ફરવા લાગતા સંક્રમણ વધવાના જોખમને કારણે સરકારે દંડની રકમ ધીરેધીરે વધારીને હવે રૂ. 1 હજાર કરી નાખી છે. તેથી, આ દંડનો કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ભારે દંડની રકમ સામાન્ય માણસો ભરી શકે એમ ન હોય અને માસ્કના નિયમના નામે સરકાર લૂંટ ચલાવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text