ટંકારા : હાથરસમાં યુવતી સાથે દુષ્કર્મ અને રાપરમાં વકીલની હત્યાના વિરોધમાં મામલતદારને આવેદન

- text


ટંકારા : હાથરસમાં યુવતી સાથે દુષ્કર્મ અને રાપરમાં વકીલની હત્યાના વિરોધમાં ટંકારા વાલ્મિકી સમાજ મંડળ દ્વારા ટંકારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે.

આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશના હાથરસમાં ગત તા. 14ના રોજ મનીષાબેન સાથે સામુહિક દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ બનાવના તમામ નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તથા આ બનાવનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તાત્કાલિક ન્યાય આપવા આપવા માંગ કરી હતી. તેમજ પીડિતાના પરિવારને કાયદાકીય રક્ષણ આપી, સરકારી નિયમ મુજબ વળતર આપી અને પરિવારજનોને નોકરી અપાવી આ કેસને સુપ્રીમ કોર્ટની નજર હેઠળ તપાસ કરવામાં આવે.

આ ઉપરાંત, હાલમાં રાપરમાં બનેલ ઘટના કે જેમાં વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરવામાં આવી હતી. તેઓ અનુસૂચિત જાતિના સામાજિક અગ્રણી પણ હતા. આમ, આ બંને મામલે વિરોધ દર્શાવી બંને ઘટનામાં ભોગ બનનાર મૃતકોને અને તેના પરિવારજનોને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text