વાંકાનેર : મગફળી ખરીદીની નોંધણીની મુદ્દત વધારવા માંગ

- text


વાંકાનેર : સરકાર દ્વારા મગફળીની ખરીદી માટે નોંધણીની મુદત વધારવા બાબતે વાંકાનેરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ડો. શકીલ એ. કે. પીરઝાદા દ્વારા મોરબી જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા મગફળી ખરીદીની નોંધણી તા. 01/10/2020થી શરૂ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકામાં તા. 06/10/2020 સુધી 204 ખેડુતોએ પોતાની મગફળી વેચવા નોંધણી કરાવી છે. જયારે ટંકારામાં 8519, માળીયામાં 230, મોરબી 1537, હળવદ 2608 ખેડૂતોની નોંધણી તા. 06/10/2020 સુધી થઈ છે. પરંતુ વાંકાનેરમાં નોંધણી ઓછી થવાનું કારણ એ છે કે વાંકાનેર વિસ્તારમાં મગફળીનું વાવેતર થોડું મોડું થયું છે અને ખેડુતોને અન્ય વિસ્તાર કરતા થોડા સમય પછી મગફળીનું ઉત્પાદન પ્રાપ્ત થશે. ત્યારે વાંકાનેરના ખેડુતોને બીક છે કે જો તેઓ હાલ શરૂના તબકકે નોંધણી કરાવશે. અને મગફળી પાકી નહી હોઈ તો તેમનો વારો જતો રહેશે. માટે સરકાર દ્વારા મગફળી ખરીદીની નોંધણીમાં 30 દિવસનો વધારો આપવામાં આવે. જેથી, તમામ ખેડુતો નોંધણી કરાવી પોતાના મગફળી ટેકાના ભાવે સરકારને વેચી શકે, તેવી અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text