કોરોનાના પગલે મોરબીના રફાળેશ્વર મંદિરમાં પિતૃકાર્ય જેવા ધાર્મિક કાર્ય મોકૂફ રખાયા

- text


કોરોના મહામારીને ધ્યાને લઇ ભીડ અટકાવવા લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટનો નિર્ણય

મોરબી : મોરબી જિલ્લાભરમાં કોરોના મહામારી ખૂબ ઝડપથી પ્રસરી રહી છે. જેથી, સરકાર દ્વારા ભીડ એકઠી થતી અટકાવવા તમામ ધાર્મિક સ્થળોએ કાર્યક્રમ ન કરવા સુચના આપી છે. આ સૂચનાને ધ્યાનમાં લઈ મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે દર વર્ષે પિતૃ માસ કારતક મહીનામા પિતૃ કાર્ય અને નારણબલી જેવી વિધિ થતી હોવાથી ભીડ થતી હોય છે. આ કારણોસર મહારાજ લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ દ્વારા લેખિત સૂચના આપી આગામી મહિનામાં પિતૃકાર્ય કે નારણબલી જેવી વિધિ માટે જગ્યાની ફાળવણી નહિ કરવાનો નિર્ણય લેવાયો છે. મંદિરમાં દર્શન માટે જ માર્ગદર્શિકા જાહેર કરેલ છે અને તે મુજબ દર્શન ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text