ઇલેક્શન અપડેટ : મોરબીમાં 80 વર્ષથી ઉપરના વૃદ્ધો-દિવ્યાંગો ઘરબેઠા જ મતદાન કરી શકશે

- text


સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મુક-બધિર સહિતના દિવ્યાંગોને બેલેટ પેપરથી મતદાન કરવાની તાલીમ અપાઈ
કુલ 1636 દિવ્યાંગો આ વખતે ઘરેબેઠા બેલેટ પેપરથી મતદાન કરશે

મોરબી : મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ કોરોનાના કહેરને કારણે રાજ્યના ચૂંટણી અયોગ દ્વારા 80 વર્ષથી ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં 80 વર્ષથી ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો ઘરેબેઠા જ બેલેટ પેપરથી મતદાન કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મુક બધિર સહિતના દિવ્યાંગોને બેલેટ પેપરથી મતદાન કરવાની તાલીમ અપાઈ છે.

મોરબી વિધાનસભા બેઠકની આગામી 3 નવેમ્બરમાં યોજનાર પેટા ચૂંટણીમાં કુલ 1636 દિવ્યાંગો આ વખતે ઘરેબેઠા બેલેટ પેપરથી મતદાન કરશે. ખાસ કરીને મોરબી અને માળીયા તાલુકાના દિવ્યાંગ મતદારોની સંખ્યાની વિગત જોઈએ તો મોરબી તાલુકામાં શારીરિક વિકલાંગ 804, દ્રષ્ટિહીન 154, મુક બધિર 129 અને મનોવિકલાંગ 260 મળીને કુલ 1347 તેમજ માળીયા તાલુકામાં શારીરિક વિકલાંગ 181, દ્રષ્ટિહીન 57, મુકબધીર 21, મનોવિકલાંગ 30 મળીને કુલ 289 દિવ્યાંગ મતદારો છે. આ પેટા ચૂંટણીમાં દિવ્યાંગો ઘરેબેઠા મતદાન કરશે, તેવો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવાયા બાદ દિવ્યાંગો ઘરેબેઠા પણ બ્લેટ પેપરથી મતદાન કરવાની તાલીમ આપવાની જવાબદારી સમાજ સુરક્ષા વિભાગને સોંપવામાં આવી છે. તેથી, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દરરોજ જુદાજુદા દિવ્યાંગ મતદારોને બોલાવીને તાલીમ આપવામાં આવે છે. આજે સમાજ સુરક્ષાના નિલબેન પીપળીયા સહિતનાએ મુકબધિરોને કેવી રીતે મતદાન કરવું એ તેમની સાંકેતિક ભાષામાં સમજાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text