વાંકાનેરમાં રૂ.1 લાખના ચેક રિર્ટન કેસમાં આરોપીને છ માસની સજા

- text


 

વાંકાનેર કોર્ટે ફરિયાદીને વળતર પેટે ચેકની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો

વાંકાનેર : વાંકાનેર કોર્ટે આજે રૂ.1 લાખના ચેક રિર્ટન કેસમાં આરોપીને છ માસની સજા ફરમાવી છે અને ફરિયાદીને વળતર પેટેની ચેકની રકમ ચૂકવવાનો અંદેશ આપ્યો છે.

- text

આ કેસની વિગત મુજબ વાંકાનેરના હરેશભાઇ વૃજલાલભાઈ કારીયાએ મહિકા ગામના નજરૂદિન ગનીભાઈ બાદીને સંબંધ દાવે રૂ.1 લાખ હાથ ઉછીના આપ્યા હતા.પરંતુ આ રૂ.1 લાખ પરત આપવા માટે નજરૂદિન ગનીભાઈ બાદીએ હરેશભાઇ વૃજલાલભાઈ કારીયાને જે ચેક આપ્યો હતો એ ચેક રિર્ટન થયો હતો.આથી હરેશભાઇ વૃજલાલભાઈ કારીયાને ચેક રિર્ટનનો કેસ વાંકાનેર કોર્ટમાં દાખલ કર્યો હતો.આ કેસ આજે વાંકાનેર કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ ફારૂક ખોરાજીયાની દલીલોને માન્ય રાખી જજ એમસી પટેલ સાહેબે આરોપીને છ માસની સજા અને ફરિયાદીને વળતર પેટેની ચેકની રકમ ચૂકવવા તેમજ વળતર ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ આપ્યો હતો.

- text