મોરબી : પ્રથમ ઇ-લોકઅદાલતમાં 125 પૈકી 83 કેસોનું સમાધાન થયું

- text


ઓનલાઈન લોક અદાલતમાં કુલ રૂ. 1.84 કરોડ રકમના કેસનું સેટલમેન્ટ કરાયું

મોરબી : કોરોના મહામારી વચ્ચે લોકોને ત્વરીત ન્યાય મળી રહે તે માટે રાજયભરમાં હાઇકોર્ટ દ્વારા ઇ – લોક અદાલતનું આયોજન કરવા અપાયેલ સુચનને પગલે મોરબી જીલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ એ. ડી. ઓઝાના માર્ગદર્શનમાં પ્રથમવાર ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કોર્ટ કેસ રજુ કરવામાં આવ્યા હતા અને જે કેસમાં બન્ને પક્ષ સમાધાન કરવા સંમત હોય તેવા કેસની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લામાં આવા કુલ 125 કેસ ઓનલાઈન દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 83 કેસમાં બન્ને પક્ષ કેસનું સમાધાન કરવા અને તોહમતદાર પક્ષ ફરિયાદી પક્ષને ચૂકવવા પાત્ર વળતર ચૂકવવા રાજી થઈ જતા આવા કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલ આ ઇ લોક અદાલતમાં રૂપિયા 1,84,62,218/- રકમનું સેટેલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું મોરબી જીલ્લા કાનૂની સેવા સતા મંડળની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text