સુરતમાં છેતરપીંડીના કેસમાં ચાર વર્ષેથી ફરાર બે આરોપીઓ મોરબીથી ઝડપાયા

- text


મોરબી : સુરતના મહિધરપુરામાં છેતરપીંડીને કેસમાં ચાર વર્ષેથી નાસતા બે આરોપીઓ મોરબીમાં હોવાની બાતમી મળતા ડીવાયએસપીની ટીમે આ બન્ને આરોપીને ઝડપી લીધા હતા અને હાલના તબક્કે બન્ને આરોપીને મોરબી એ ડિવિજન પોલીસના હવાલે કરી વધુ તપાસ માટે મહિધરપુરા પોલીસને જાણ કરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાને પગલે મોરબી જિલ્લામાં લાંબા સમયથી ગુમ અને અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે ડીવાયએસપીની એક.પોલીસ ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ ટીમના હરેશભાઇ આગલ, વિક્રમભાઈ ફૂગશીયા, રમેશભાઈ મિયાત્રા, સિદ્ધરાજસિંહ ઝાલા, રણજીતદાન ગઢવી, કેતનભાઈ અજાણા સહિતનાને આ કામગીરી દરમ્યાન ખાનગીરાહે બાતમી મળી હતી કે સુરતના મહિધરપુરામાં છેતરપીંડીને કેસમાં ચાર વર્ષેથી નાસતા બે આરોપીઓ રમેશ કરશનભાઈ કાવર અને પ્રવીણ લિંબાભાઈ રાણીપા મોરબી વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસની ટીમે આ બન્ને આરોપીને ઝડપી.લઈને મોરબી એ ડિવિજન પોલીસને સોંપી દીધા હતા. તેમજ આગળની તપાસ માટે મહિધરપુરા પોલીસને જાણ કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text