ટીકર પાસે બ્રાહ્મણી નદીમાં ચાલતી રેતીચોરી પર મોરબી એલસીબી ત્રાટકી, રૂ. 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત

- text


પાંચ હિટાચી સહિત ચાર આરોપીને ઝડપી લેવાયા, ખનીજ માફિયાઓમાં ફફડાટ

હળવદ : હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેરોકટોકપણે રેત માફીઓ રેતીનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. ત્યારે આ રેતી ચોરીને અટકાવવા સ્થાનિક તંત્રથી માંડી છેક ગાંધીનગરના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ સુધી આ ખનીજ ચોરી બંધ થઈ નથી. ત્યારે આજે ટીકર ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા પાંચ હિટાચી મશીન સાથે ચાર આરોપીઓને ઝડપી લઈ મોરબી જિલ્લા એલસીબી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હાલ બ્રાહ્મણી નદીમાં પાણી હોવા છતાં પણ રેત માફિયાઓ હિટાચી મશીન મુકી રેતી ચોરીના બનાવને અંજામ આપી રહ્યા હતા. જે અંગેની ગ્રામજનો દ્વારા અનેકવાર રજુઆતો પણ કરવામાં આવી હતી ત્યારે આજે મોરબી જિલ્લા એલસીબી પોલીસે બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા પાંચ હિટાચી મશીન સાથે ચાર આરોપીને ઝડપી લીધા છે. ઝડપાયેલ પાંચ હિટાચી મશીન રૂપિયા ૧ કરોડથી વધુની રકમનો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં એલસીબી પોલીસે રેતીચોરો પર દરોડો પાડતા પંથકમાં રેતી ચોરી કરતા રેત માફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે.

- text

સ્થળ પરથી ઝડપાયેલા આરોપીઓ

1) વિશાલ ગુલાબભાઈ યાદવ રહે ઉત્તરપ્રદેશ
2) પવન લૂંટન યાદવ રહે બિહાર
3) સંતોષકુમાર રામસતેશ્વર માજી રહે બિહાર
4) બીજેન્દ્રકુમાર રાજમઢ વિશ્વકર્મા રહે મધ્યપ્રદેશ


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text