મોરબીમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ચાલુ કરો : ચેમ્બર ઓફ કોમર્સ

- text


કોરોનાનું સંક્રમણ અટકાવવા નક્કર આયોજન કરવાની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટર રજુઆત કરાઈ

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોરોના કેસ ગંભીર રીતે વધી રહ્યા છે. ત્યારે મોરબી શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નક્કર આયોજન કરવા અને મોરબી શહેરમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાની માંગ સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જે પટેલ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી કે મોરબી શહેર અને જિલ્લામાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો હોય એમ દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેથી, વહીવટી તંત્ર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વધુમાં વધુ દર્દીઓને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં ઘણા દર્દીઓ સારવારથી વંચિત રહેતા હોવાથી સારવારના અભાવે દુર્ભાગ્યવશ મૃત્યુ પામે છે.

તેથી, હાલની પરિસ્થિતિમાં સુરતની જેમ કોમ્યુનિટી (સામાજિક) કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની ઝુંબેશ ઉપાવડવાની ખાસ જરૂર છે. આગેવાનો તથા જ્ઞાતિ મંડળો સ્વૈચ્છિક રીતે આગળ આવે અને સમાજના વંચિત લોકો માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરે તે માટે સમજણ આપવામાં આવે અને સરકારથી બનતી મદદ કરવમાં આવે તો જિલ્લામાં ઘણી જ્ઞાતિના કોવિડ કેર સેન્ટર ખોલી શકાય એમ છે. આ બાબતે જ્ઞાતિના આગેવાનોને સમજણ અને સહકાર આપવાનું આયોજન કરવા તથા આ મહાન કાર્યમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સએ તમામ રીતે સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text