મોરબીના લખધીરપુર રોડ પર મસમોટા ખાડાઓના લીધે માલહાનિ અને જાનહાનિનું જોખમ

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર ખાડાઓના લીધે માલ પરિવહનમાં હાલાકી પડી રહી છે. લખધીરપુર રોડ અવારનવાર કન્ટેનર પલ્ટી ખાઈ જવાના બનાવો બનતા રહે છે. જેથી, એવું કહી શકાય કે રોડ પરના મોટા ગાબડાઓના કારણે માલહાનિ અને જાનહાનિનું જોખમ રહેલું છે.

મોરબી શહેરના લખધીરપુર રોડ વરસાદમાં ધોવાઈ જવાના લીધે નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડ પરથી નાના વાહનો ઉપરાંત કન્ટેનર, ટ્રક જેવા મોટા વાહનો પસાર થતા હોય છે. જેમાં ખાસ કરીને સીરામીક ઉદ્યોગોનો ટાઇલ્સ સહિતનો માલ-સામાન ભરેલો હોય તો માલને નુકસાન થવાની શક્યતા રહે છે. ત્યારે આવનારા સમયમાં મોરબીમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ કરતી કંપનીઓ તરફથી ટાઇલ્સ બ્રેકેજની ફરીયાદો આવી શકે તેવું પણ બની શકે છે.

- text

આ ઉપરાંત, ખાડાઓના લીધે ડમ્પરો પડી જતા બાજુમાંથી પસાર થતા વાહનચાલકો સાથે અકસ્માતો સર્જાતા રહે છે. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોના માથે સતત અકસ્માતનું જોખમ તોળાતું રહે છે. આથી, તંત્ર વહેલી તકે લખધીરપુર રોડ પરના ખાડાઓનું બુરાણ કરી આ સમસ્યાનું નિવારણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text