મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર માસ્ક વિતરણ કરાયું

- text


મોરબી: કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ – ગુજરાત પ્રદેશ સતત સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યશીલ રહ્યું છે. ત્યારે મોરબી અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ શાખા દ્વારા શહેરની OMVVIM કોલેજ ખાતે કે જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષા ચાલી રહી છે. તેમજ શહેરની યુ.એન.મહેતા આર્ટસ કોલજ ખાતે કે જ્યાં આંબેડકર ઓપન યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રો છે. ત્યાં પરીક્ષાર્થીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

- text

આ તકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી સંદિપસિંહ બી.જાડેજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હાલ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ પરીક્ષા આપી રહ્યા છે. તે પણ વોરિયર્સ જ છે. જેથી, આજ રોજ શહેરની આર.ઓ. પટેલ મહિલા કોલેજ ખાતે મોરબી શાખાના બહેનો નગર ઉપાધ્યક્ષ જાનકીબહેન મહેતા, સહ મંત્રી અક્ષીતા બહેન જોશી તેમજ ભોરણિયા રાધિકાબેન, સોલંકી મુક્તાબેન, દોશી વિધીબેન દ્વારા મહિલા કોલેજ ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text