મોરબીમાં સત્યેશ્વર મંદિર ખાતે 50 રૂ.માં નાસ મશીન અને માસ્કનું રાહત દરે વેચાણ કરાશે

- text


મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી, ચિત્રા હનુમાનજી ધૂન મંડળ તેમજ સત્યેશ્વર મહાદેવ મંદિર પરિવારના સંયુક્ત ઉપક્રમે રાહત દરે નાશ મશીન, માસ્ક તેમજ ઉકાળા વિતરણ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો છે.

કોરોનાની વૈશ્વિક મહામારીના પિરિયડમાં કોરોના સંક્ર્મણને રોકવા માટે અનલોકના નિયમોનું પાલન કરી સમજમાં જન આરોગ્ય જળવાય અને ‘જન હિતાય સર્વ સુખાય’ જેવા ઉમદા આશયથી આમજનતાને એકદમ રાહત દરે નાસ મશીન (સ્ટીમ મશીન) માત્ર 50 રૂ.માં તેમજ 3-ply માસ્ક માત્ર 50 રૂ.માં (50 પીસનું બોક્સ) મળી રહે, તે માટે તા. 27/09/2020ને રવિવારના રોજ સત્યેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ, મોરબી ખાતે સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી આયોજન કરેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે આરોગ્યવર્ધક ઉકાળા વિતરણનો કાર્યક્ર્મ તા. 04/09/2020થી અવિરત આજ દિન સુધી નિઃશુલ્કપણે ચાલે છે અને આ ઉકાળા વિતરણ કાર્યક્રમ પણ શક્ય હશે, ત્યાં સુધી અવિરતપણે ચાલુ રહેશે. જેમાં સતેશ્વર મહાદેવના પૂજારી ગૌતમભાઈ, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી, ચિત્રા હનુમાનજી ધૂનમંડળ અને સમાજના લોકોનો તન-મન-ધનથી સહયોગ મળેલ છે. લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ એ. એસ. સુરાણી, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા તેમજ પ્રોજેક્ટ ચેરમેન ટી. સી. ફૂલતરીયા દ્વારા જાહેર જનતાને આ સેવા યજ્ઞનો લાભ લેવા આમંત્રણ છે.

આ સેવા યજ્ઞના સર્વે લાભાર્થીઓએ સ્વેચ્છાએ માસ્ક પહેરીને જ આવવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ વ્યવસ્થા જાળવવા સહયોગ આપવા અપીલ કરી છે. નાશ મશીન તેમજ માસ્ક વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ વશરામભાઇ ચીખલીયા (નિવૃત સેલટેક્સ અધિકારીશ્રી ) તેમજ રમેશભાઈ રૂપાલા તરફથી મળેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text