વાંકાનેરમાં પોષણ જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


વાંકાનેર : વાંકાનેરના આઇ.સી.ડી.એસ. ઘટક-1મા પોષણ સલાડની હરીફાઈ યોજી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને વિવિધ શાકભાજીમાંથી કેટલા પ્રમાણમાં પોષણ મળે છે, તે અંગે કાર્યકર બહેનો દ્વારા ઉપસ્થિત લોકોને સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં cdpo તૃપ્તિબેન કામલીયા, મુખ્યસેવિકા ચાંદનીબેન અને કોર્ડીનેટર જીગ્નેશભાઈ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત, વાંકાનેર સીટી ઘટક 1 આરોગ્યનગરમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ નિમિત્તે “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત વાનગી નિદર્શન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ઘટક 1 CDPO તૃપ્તિબેન કામલીયા, સુપરવાઇઝર ચાંદનીબેન વૈદ્ય, સુપરવાઇઝર અલ્પાબેન કચાવા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સગર્ભા માતા તથા કિશોરીને પોષણ તથા આરોગ્ય વિષય ઉપર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જેમાં વાનગી નિદર્શન કરી વાનગી કઈ રીતે બનાવી તેમાં પોષક તત્ત્વો જળવાઈ રહે તે માટે જાણકારી આપી તથા વજન અને હિમોગ્લોબિન વિશે પણ માર્ગદર્શન લાભાર્થીને આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં તંદુરસ્ત કિશોરી તથા સગર્ભા માતાના હાથે જ દીપ પ્રાગટ્ય તથા કેક કાપીને સાલ ઓઢાડી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી વર્કર શારદાબેન મનિષાબેન તથા રેશ્માબેન અને હેલ્પર બહેનોએ જહેમત ઉઠાવેલ હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text