મોરબીમાં ભૂગર્ભ ગટરોની ડીઝાઈનનો રી-સર્વે કરીને ગટરો ઊભરાવવાની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત

- text


મોરબી : સમગ્ર મોરબી શહેર ગંદકી અને ભુગર્ભ ગટર છલકાવા, ચોક-અપ થઈ જવાના કારણે કોવીડ-19 તેમજ વિવિધ રોગચાળાની ઝપટમાં આવી ગયું છે. એ સંદર્ભે સામાજિક કાર્યકર જીતુભાઇ ઠક્કરે નગરપાલિકાના ચીફ ઓફિસરને ગત તા. 31 જાન્યુઆરીના રોજ અરજી કરવામાં આવી હતી. આ અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પરંતુ 7 મહિનાનો સમય વિતવા છતાં આ બાબતે કોઈ ઘટતી કાર્યવાહી થયેલ નથી. તો સત્વરે નીચેની વિગતોની નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

- text

1. ભૂગર્ભ માટે આધેધડ અપાયેલ કનેકશનને નાબુદ કરી યોગ્ય આયોજન કરવું.
2. વોર્ડ/વિસ્તાર વાઈઝ સફાઈ કામદારોને અપાયેલ કાર્યની નિયમીત સમીક્ષા થવી.
3. ઘણી જગ્યાએ ભુગર્ભ ગટરમાંથી નિયમીત રીતે પાણી છલકાઈને રોડ ઉપર વહે છે. ત્યાં ટેકનીકલ અને ડીઝાઈનનો રી-સર્વે કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text