હળવદના ટિકર ગામે નિષ્ઠાવાન ફાર્માસિસ્ટની બદલીનો ગ્રામજનો દ્વારા વિરોધ

- text


ગામના મહિલા સરપંચે ડીડીઓને લેખિત રજુઆત કરીને ફાર્માસિસ્ટને ફરીથી ગામમાં નિમણૂક કરવાની માંગ કરી

હળવદ : હળવદના છેવાડાના ટિકર રણ ગામે હજુ ડીઝીટલ યુગમાં પણ સુવિધાઓ દુકાળ છે. ત્યારે તાજેતરમાં ટિકર ગામના નિષ્ઠાવાન ફાર્માસિસ્ટની બદલી થવાથી ગામની આરોગ્ય સેવા ડચકા ખાઈ રહી છે. આ ફાર્માસિસ્ટની બદલીનો ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને ગામના મહિલા સરપંચે ડીડીઓને લેખિત રજુઆત કરીને ફાર્માસિસ્ટને ફરીથી ગામમાં નિમણૂક કરવાની માંગ કરી છે.

ટિકર રણ ગામના સરપંચ સંગીતાબેન પટેલે ડીડીઓને લેખિતમાં રજુઆત કરી હતી કે ટિકર હળવદ તાલુકાના રણ પ્રદેશનું છેવાડાનું ગામ છે. આ ગામમાં પહેલાથી જ સુવિધાઓનો અભાવ છે. ત્યારે ટિકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નિલેશભાઈ સરાસવાડિયાની તાજેતરમાં બદલી કરવામાં આવી છે. જેથી, ગ્રામની સારી આરોગ્ય સેવા ખોરવાઈ જાય તેમ છે. કારણ કે અત્યાર સુધીમાં ટિકર ગામમાં આવેલ ડોકટર સહિતના મેડિકલ સ્ટાફ કરતા ફાર્માસિસ્ટ નિલેશભાઈએ ઉત્કૃષ્ઠ આરોગ્ય સેવા આપી છે. તેઓ 24 કલાક ફરજ પર હાજર રહે છે. ગામના દરેક દર્દીની આરોગ્ય સેવા કરે છે.

- text

કોરોના કાળમાં તેઓ રાત દિવસ ફરજ બજાવી ગામમાં કોરોના ન ફેલાય તે માટે સારી અયોગ્ય સેવા આપીને સાચા અર્થમાં કોરોના વોરિયર બન્યા છે. તેમણે આરોગ્ય કેન્દ્રની કાયાપલટ કરીને ગ્રામજનોને સારી આરોગ્યની સવલતો આપી છે. આરોગ્ય સેવા આપવાની સાથે ગામમાં પર્યાવરણ જાગૃતિ માટે પણ ભગીરથ પ્રયાસો કર્યા છે. જો કે આ કેન્દ્રમાં એક મેડિકલ ઓફિસર ગેરહાજર હોવા છતાં તેઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. ત્યારે આવા નિષ્ઠાવાન ફાર્માસિસ્ટની બદલીથી ગ્રામજનોને ભારે અન્યાય થયો છે અને ફરીથી આ ફાર્માસિસ્ટની ટિકર ગામમાં નિમણૂક કરવાની માંગ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text