મોરબી જિલ્લાના 28 ગામોમાં રૂ. 142 લાખથી વધુ રકમના કામોની વહિવટી મંજૂરી અપાઈ

- text


મોરબી કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

મોરબી : મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાની જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમા રાષ્ટ્રીય ગ્રામીણ યોજના કાર્યક્રમ અંતર્ગત ૨૮ ગામોની રૂ.૧,૪૨,૮૫,૮૩૩/- યોજનાની બહાલી આપવામાં આવી હતી જેમા વાંકાનેર તાલુકાના ૨૦ ગામો, હળવદ તાલુકાના ૫ ગામો, ટંકારા તાલુકાના ૨ ગામો અને મોરબી તાલુકાના ૧ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે. વધુમાં હાલમાં ૧૫ ગામોના કામો ચાલુ છે. અને ૫ ગામોના કામોની ટેન્ડર પ્રક્રિયા પ્રગતી હેઠળ છે.

- text

કલેકટરએ મીટીંગમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જણાવ્યું કે પીવાના પાણીને કામોને અગ્રતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, યુનીટ મેનેજર વાસ્મો જયવંતસિંહ જાડેજા, જિલ્લા કો-ઓર્ડીનેટર વાસ્મો કિરીટ એચ. બરાસરા, વાસ્મોના રાકેશ ભીમાણી, સહિત ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા સમાજ કલ્યાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સહિતની કચેરીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text