નવા સાદુળકા નજીક કન્ટેનરે હડફેટે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

- text


મોરબી : મોરબી જિલ્લાના નવા સાદુળકા નજીક કન્ટેનરચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ સહિતનો કાફલો સ્થળ પર જવા રવાના થયો છે.

નવા સાદુળકા ગામના પાટિયા નજીક ફોર્ચ્યુન શિપિંગ સર્વિસના કન્ટેનરચાલકે અજાણ્યા કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આથી, રોડની બાજુમાં સ્પ્લેન્ડર બાઈક નં. GJ-03-FJ-7329 લઈને ઊભેલા બાઇકચાલકને કન્ટેનર હડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. હજુ મૃતક બાઇક ચાલકની કોઈ વિગત જાણવા મળેલ નથી. આ અકસ્માતના પગલે તે સ્થળે ભીડ જમા થઇ ગઈ છે. અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર જવા રવાના થયો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text