મોરબી : BSNLના અધિકારીઓ દ્વારા ટેલીફોનની ડિપોઝીટ પરત આપવામાં દાંડાઇ

- text


મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીગ્નેશભાઇ પંડયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે મોરબી ટેલીફોન એકસચેન્જમાં કર્મચારીઓ અરજદારોને ઉધડ વર્તન તથા જવાબ ખોટા આપે છે. અને ટેલીફોન માટે લેવામાં આવતી ડીપોઝીટ જમા કરેલ તે રીર્ટન આપતા નથી અને ટેલીફોન બીલ ન ભરે તો લેઇટ ફીમાં ગણી વધારે ચાર્જ લે છે. આ અંગે બી.એસ.એન.એલના અધિકારીઓ કહે છે કે ‘અમને તમે પગાર નથી આપતા અને તમારી ડીપોઝીટ માટે જયાં દોડવું હોય ત્યાં દોડો. જે કોર્ટમાં કેસ કરવો હોય તે કરી લો અને ગ્રાહક સુરક્ષામાં જવુ હોય તો જાવ, પણ અમો ડીપોઝીટ એમનેમ નહીં આપીએ.’

- text

વધુમાં, રજુઆતમાં જણાવાયું છે કે આવા અધિકારીઓને અરજદારો સાથે કેવી રીતે વર્તન કરવું તેની સમજ નથી તથા પ્રજાને ભોડ જેવા સમજી તેવું તોછડાઇભર્યુ વર્તન કરતા જરાય શરમ નથી. મોટી ઉંમરના વડીલ ડીપોઝીટ પાછી લેવા જાય છે ત્યારે તેના સાથે પણ ઉદ્ધતાઈભર્યુ વર્તન કરે છે. જે અધિકારીઓને શોભે નહીં. તો આવા અધિકારી સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા અને લોકોની ડીપોઝીટ પરત આપાવવા વિનંતી કરાઈ છે. આશરે 400-500 લોકોની ડીપોઝીટ બાકી હોય અને આવા તો ઘણાની ડીપોઝીટ બાકી હોય અને કચેરીએ ધકકા ખાય છે. છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી તો આ અંગે અધિકારીઓ સામે કાયદેસર પગલા લેવા તથા કાયદાનું ભાન કરાવવા અપીલ કરાઈ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text