મોરબી અને માળીયાની ITIમાં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

- text


મોરબી : મોરબી અને માળીયાની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦ પ્રથમ તબક્કામાં ખાલી રહેલ બેઠકો માટે તા.-૧૭/૦૯/૨૦૨૦ ના રોજથી બીજા તબક્કા માટેની ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. આથી પ્રવેશવાંચ્છું ઉમેદવારોએ ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી અને માળીયા ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી તેની પ્રિન્ટઆઉટ કાઢી જરૂરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે મોરબી ઘુંટુ રોડ ખાતે આવેલ સરકારી .ટી.આઇઆઇ અને પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ સરકારી આઇ.ટી.આઇ. માળીયા ખાતે રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોએ અગાઉ મોરબી માળીયા આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ,રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત મોરબી અને માળીયા આઇ.ટી.આઇ ખાતે અરજી કરવાની રહેશે.

- text

ઉમેદવારે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૪) જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) (૬) આધારકાર્ડપાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક ( મરજીયાત) (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય) મોરબી ના ઉમેદવારોને વધુ માહિતી માટે ૯૬૦૧૧ ૦૦૬૩૮, ૯૮૭૯૫ ૧૩૨૭૧, ૯૭૧૨૧ ૫૭૪૧૭ પર સંપર્ક કરવો. માળીયા માટે ૯૭૭૩૦ ૯૮૫૧૫, ૯૦૩૩૩૦ ૮૮૦૪૬, ૯૧૦૬૫ ૯૧૪૧૪ પર સંપર્ક કરવો. ઉમેદવારોએ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી અને માળીયાના આચાર્યની યાદીમાં જણાવાયુ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

 

- text