અપહરણ તથા છેતરપિંડીના ગુન્હામાં નાસતો ફરતા છોટા ઉદેપુરના આરોપીને હળવદથી ઝડપાયો

- text


મોરબી : મૂળ છોટા ઉદેપુરના રહેવાસી અને હાલ હળવદ ખાતે રહેતા અપહરણ અને છેતરપિંડીના ગુન્હામાં નાસતા ફરતા એક શખ્સને મોરબી એસઓજીની ટીમે હળવદથી દબોચીને છોટા ઉદેપુર પોલીસને સોંપી આપવા તજવીદ આદરી છે.

મૂળ છોટા ઉદેપુરના વતની અને ત્યાં જ અપહરણ અને છેતરપિંડીના ગુન્હામાં વોન્ટેડ 22 વર્ષીય અલ્પેશ ઉર્ફે પેશલો બીજલભાઈ નાયક હળવદના દેવીપુર સીમમાં રહેતો હોવાની પૂર્વ બાતમીને આધારે મોરબી એસઓજીની ટીમે ઉક્ત સ્થળે તપાસ કરતા મળી આવેલા આરોપીને ઝડપી પાડી ગુન્હામાં ગયેલ બાઇક નંબર GJ-34-J- 0810 કબ્જે કરી પ્રથમ હળવદ પોલીસને સોંપી આપ્યો હતો. હળવદ પોલીસે મુદ્દામાલ સહિત આરોપીનો કબજો લઈ છોટા ઉદેપુર પોલીસ સ્ટે. જાણ કરી છે. છોટા ઉદેપુર પોલીસ હવે હળવદ આવી મુદ્દામાલ સાથે આરોપીનો કબજો સંભાળશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text