માળીયા (મી.) સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની કામગીરી ચાલુ છે

- text


માળીયા (મી.) : માળીયા (મી.) મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક ઓપરેટર, એક કલાકૅ અને બે રેવન્યુ તલાટીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અરજદાર અને સ્ટાફમાં કોરોનાનું વધુ સંક્રમણ ન થાય તેની તકેદારીના ભાગરૂપે મામલતદાર કચેરી માળીયા (મી.)ની તમામ કામગીરી તા. 15થી 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવેલ છે. તે અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.

- text

જેને પગલે અમુક અરજદારો તથા વકીલો સબ રજિસ્ટ્રાર કચેરી, માળીયામાં દસ્તાવેજ રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે કે કેમ? તે અંગે કચેરીમાં ફોન કરી પૂછપરછ કરતા હોવાનું મોરબી જિલ્લાના નોંધણી નિરીક્ષક આર. કે. પરમારને ધ્યાનમાં આવતા તેમણે રેવન્યુ બાર એસોસિએશન, મોરબી સમક્ષ જણાવેલ છે કે સબ રજીસ્ટાર કચેરી, માળીયામાં દસ્તાવેજ રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે. જેની નોંધ તમામ વકીલો તથા અરજદારોએ લેવી, એમ સંજયભાઈ રાજપરા, પ્રમુખ રેવન્યુ બાર એસોસિયેશન, મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text