મોરબીમાં 10 વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ થકી માનવતા મહેકાવતું ઓમ ગ્રુપ

- text


મોરબી : મોરબીમાં ઓમ ગ્રુપ સેવાકીય પ્રવૃતિઓ માટે 10 વર્ષથી કાર્યરત છે. ઓમ ગ્રુપ દ્વારા શરૂઆતથી લઇ અત્યાર સુધી 10 વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દરમિયાન અનેક લોકોની આર્થિક અને સામાજિક મદદ કરવામાં આવી છે. લોકોને મદદ કરવાના એક સદ્-વિચારથી શરુ કરી લોકડાઉન દરમિયાન ગ્રુપ દ્વારા અનેકવિધ સત્કર્મો કરવામાં આવ્યા તેના પર નજર ફેરવીએ તો ઉત્તરાયણના શુભ દિને ગ્રુપની શરૂઆત થઇ હતી.

તા. 14/01/2020ને મકરસંક્રાતિના દિવસે મોરબીમાં આવેલ રામજીયાણી શેરીમાં રહેતા ચાર-પાંચ યુવાનોએ પોતાના ખિસ્સા ખર્ચમાંથી (પોકેટ મની) દર મહિને ગાયોને ઘાસ અને ચકલાને ચણ આપવાનું શરૂ કરેલ ત્યારબાદ ત્રણ મહિના પછી ૨૪/૪/૨૦૧૦ (મહાવીર જયંતિ) યુવાનોને એક સદવિચાર આવ્યો કે કોઈ એવા ગંગા સ્વરૂપ બહેનો હોય અથવા કોઈ જરૂરિયાતમંદ પરિવાર જેમને પોતાની આવકમાંથી પરિવારનું ભરણપોષણ પુરૂ થતું ના હોય તેવા પરિવારને એક રાશનની કીટ આપવી. જેથી, તેમને થોડા દિવસો રાહત મળે. આવું વિચારતા આજુબાજુની શેરીઓમાં તપાસ કરતા ૪૦ નામની નોંધ કરીને કીટ વિતરણની શરૂઆત કરેલ હતી.

કિટમાં આટો, ખાંડ, ચા, ખીચડી, તેલ, મરચું, હળદર, ધાણાજીરૂ તેમજ એક પેકેટ બિસ્કિટ આ રીતે એક રાશનની કીટ તૈયાર કરીને ઘરે ઘરે આપવાનું શરૂ કરેલ. ત્યારબાદ જેમ જેમ આ વાત વેગવંતી બનતી ગઈ તેમ તેમ દાત્તાશ્રીઓ પણ અનુદાન ‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’ રૂપે આપતા ગયા તેમ તેમ ગ્રુપના સભ્યો પણ કીટ લેનાર લાભાર્થીઓના નામમાં ઉમેરો કરતા ગયા. સમયાંતરે કીટ લેનાર લાભાર્થીઓના નામ વધતા ગયા પછી ગ્રુપે કોઈએક સ્થળ નક્કી કર્યું. જ્યાં દરેક લાભાર્થી આવીને કીટ લઈ જાય. કેમ કે ઘરે-ઘરે આપવા જવાનું હવે શક્ય નહોતું. તેથી, લખધીરવાસ ચોકમાં આવેલ શ્રી બહુચરાજી માતાજીના મંદિરના પ્રાંગણમા કીટ આપવાનું નક્કી કર્યું. 10-12 બહેનો એવા છે જે કીટ લેવા આવી શકતા નથી. કોઈને આંખે ઓછું દેખાય છે તો કોઈને પગની તકલીફ હોવાથી ચાલી શકતા નથી, આવા લાભાર્થીઓને અને એમના ઘર સુધી કીટ પહોંચાડવામાં આવે છે.

- text

2013થી ગ્રુપના સભ્યોએ તહેવાર મુજબની કીટ આપવાનું વિચાર્યું. જેમાં મકરસંક્રાતિ, સાતમ-આઠમ અને દિવાળી આ ત્રણ તહેવારની કીટ આપવાની શરૂ કરેલ હતી. કહેવાય છે કે સારા કાર્યોમાં પ્રભુ પણ સાથ આપે છે. પ્રભુ કૃપાથી 2014થી આ ત્રણ તહેવારે દાત્તાશ્રીઓ તરફથી ચીકી પાક, મીઠાઈ, ફરસાણ, સાકર અને મુખવાસ જેવી વસ્તુઓ મળતી ગઈ અને એ પણ ગુપ્ત રીતે કેમ કે હજુ સુધી કોના તરફથી આ વસ્તુઓ આવે છે, તે ગ્રુપને ખબર નથી. દર ઉનાળા દરમ્યાન અમૃત ફળ (કેરી)નું પણ એક વખત વિતરણ થાય છે એ પણ એક દાત્તા તરફથી ગુપ્ત હોય છે.

ઓમ ગ્રુપનું હાલમાં અગિયારમું વર્ષ ચાલી રહ્યું છે. તે દરમિયાન અનેક લોકો તરફથી કોઈના જન્મદિવસ, શુભ પ્રસંગે તેમજ પુણ્યતિથિ નિમિત્તે કંઈકને કંઈક વસ્તુઓ ભેટ રૂપે મળેલ છે. આ સેવાકીય પ્રવૃત્તિને 10 વર્ષ પૂર્ણ થવાથી આ વર્ષે તા. 12/01/2020ને રવિવારના રોજ દશાબ્દિ મહોત્સવ ગ્રુપે ઉજવ્યો હતો. તેમજ ઓમ ગ્રુપ દ્વારા લોકડાઉન દરમ્યાન સતત પાંચ મહિના સુધી કીટ લેનાર લાભાર્થીઓના ઘરે-ઘરે જઈને કીટનું વિતરણ કરવામાં આવેલ છે. આમ, છેલ્લા 10 વર્ષથી અવિરતપણે સેવાકીય કાર્યો થકી ઓમ ગ્રુપ માનવતા મહેકાવી રહ્યું છે. ઓમ ગ્રુપ અંગે વધુ વિગત માટે ભરત કાનાબાર (મો.નં. 88490 31008) અથવા હીરેનભાઈ ગાંધી (મો.નં. 94272 36419)નો સંપર્ક કરી શકાશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text