ટંકારાના હડમતીયા પાસે લૂંટના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ

- text


 

તસ્કરોએ માર મારી કાર અને રોકડ મળી રૂ. 1.10 લાખની લૂંટ ચલાવી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા નજીક કારચાલકને માર મારી કાર અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો દુકાનના શટર ઉંચકાવી રહ્યા હોય જેને પડકારવા જતા આધેડની કાર અને રોકડ રકમની લૂંટ ચલાવી છ ઈસમો નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગતો મુજબ હડમતીયાના કિશોરભાઈ નાથાભાઈ બરાસરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વહેલી સવાર ચાર વાગ્યે તેઓ હડમતીયા ગામની સીમમાં એલીટ સ્કૂલ પાસેથી પોતાના પેટ્રોલપંપ ખાતે જતા હોય દરમિયાન છ તસ્કરો દુકાનના શટર ઉચા કરતા હતા.

ત્યારે તેઓએ તસ્કરોને અહી શું કરો છો તેમ કહી પડકાર્યા હતા. જેથી તમામ છ ઈસમોએ આવી ઝપાઝપી કરી હતી અને તેઓની આઈ10 કાર નં.જીજે 10બીજી 2091 કિંમત રૂ. 1 લાખ તેમજ ગાડીના ખાનામાં રહેલા રોકડા રૂ.10 હજાર એમ 1.10 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. હાલ આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

- text