માળીયા (મી.) નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ના ભાડ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. આ બનાવમાં ભઠ્ઠીના માલિક સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 3ના રોજ માળીયા (મી.)ના ભાડ વિસ્તારમાં રહેતા સીરાજભાઇ ઇકબાલભાઇ જેડા (ઉ.વ. 22)ને પોતાના ઘરની પાસે વાડામા ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ ગાળવાનો ગરમ આથો લીટર 10 (કિ.રૂ. 20) તથા દેશી પીવાનો દારુ ગાળવાનો ઠંડો આથો લીટર 200 (કી.રૂ. 400) તથા દેશી પીવાનો દારૂ લીટર 5 (કિ.રૂ. 100) તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ. 520નો મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text