મોરબીના માધાપરમાં નોટ નંબરીનો જુગાર રમતા બેની અટકાયત

- text


મોરબી : મોરબીના માધાપરમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

- text

ગત તા. 3ના રોજ મોરબીમાં માધાપરના ઝાપા પાસે યાકુબખાન અબ્દુલખાલીફખાન પઠાણ તથા પરસોતમભાઇ દેવરાજભાઇ ડાભીને જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. 3580 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે.

- text