લાલપર નજીક 200 નંગ દેશી દારૂની કોથળીઓથી ભરેલ રીક્ષા ઝડપાઇ

- text


મોરબી : લાલપર ગામે દેશી 200 નંગ દેશી દારૂની કોથળીઓથી ભરેલ રીક્ષા ઝડપાઇ છે. આ બનાવમાં રિક્ષાચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 3ના રોજ લાલપર ગામે મો.વા. નેશનલ સર્વીસ રોડ પર બાપા સિતારામ મઢુલી પાસેથી મુસ્તાકભાઇ અલીભાઇ પલેજા (ઉ.વ. 40) લીલા પીળા કલરની સી.એન.જી. રીક્ષા નંબર GJ-36-U-5275 મા કેફી પ્રવાહી દેશી પીવાના દારૂની પ્લા.ના બાચકામા પારદર્શક કોથળીઓ નંગ 200, કેફી પ્રવાહી દેશી દારૂ લી. 40 (કિ.રૂ. 800) તથા રીક્ષા મળી કુલ મુદામાલ કી.રૂ. 35,800 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text