હડમતીયામાં પાલણપીરનો ત્રિદિવસીય મેળો કોરોનાને કારણે મોકૂફ રખાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે દર વર્ષે પાલણપીરની જગ્યાએ મેળો ભરાય છે. જે ભાદરવા વદ નોમ, દશમ અને અગિયારસના યોજાતા ત્રિદિવસીય ધાર્મિક મેળામાં હજારોની સંખ્યામા મેઘવાળ સમાજ ઉમટતો હોય છે. આ મેળામાં મુંબઈ, અમદાવાદ, સુરત તેમજ મોરબી જિલ્લા અને ગુજરાતભરમાંથી મેઘવાળ સમાજના લોકો આવે છે. કામધંધા માટે થઇ દૂર દૂર જય વસેલા મેઘવાળ સમાજ એન વણકર જ્ઞાતિબંધુને એક કરવાનો આ મેળો યોજાય છે. પરંતુ હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને અન્વયે સરકાર દ્વારા બહાર પાડેલ પરિપત્ર મુજબ વધુ લોકોએ ભેગા થવાની મનાઈ હોવાથી તેમજ દેશવ્યાપી ધાર્મિક મેળાવડાઓ પર સરકાર દ્વારા પ્રતિબંધ હોવાથી હડમતીયા ગામે તા.૧૧/૦૯/૨૦૨૦ થી તા. ૧૩/૦૯/૨૦૨૦ દરમિયાન યોજાનાર પાલણપીરનો ધાર્મિક મેળો મોકૂફ રાખવામાં આવેલ છે. આ અન્વયે વધુ માણસો ભેગા થાય નહિ, તે વ્યવસ્થા જળવાય રહે તે માટે મામલતદાર-ટંકારાને તથા તાલુકા વિકાસ અધિકારીને સરપંચ રાજામાલા ચાવડા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

- text

- text