વાંકાનેરના તીથવા ગામે હોકળાના પાણીના પ્રવાહમાં ચાર બાળાઓ તણાઈ

- text


ચારમાંથી બે બાળાઓને ગ્રામજનોએ બચાવી લીધી, અન્ય બે બાળકીઓ તણાઇ જતા શોધખોળ હાથ ધરાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક સીમમાં આવેલ હોકળાના પાણીના ધસમસતા વહેણમાં ચાર બાળાઓ તણાવા લાગી હતી. જોકે ગ્રામજનોએ આ ચારમાંથી બે બાળાઓને બચાવી લીધી હતી. પરંતુ અન્ય બે બાળાઓ ધસમસતા પાણીના વહેંણમાં તણાઇ ગઈ હતી. આથી આ બન્ને બાળાઓની પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તિથવા ગામ નજીક કબ્રસ્તાનના રસ્તે આવેલ ભુતીયો હોકળા નજીક પસાર થતી ચાર બાળાઓ અચાનક હોકળાના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાવા લાગતા ગ્રામલોકોએ ચરેયને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ ચારમાંથી બે બાળાઓને પાણીના પ્રવાહમાંથી બચાવી લેવાની સફળતા મળી હતી. પણ અન્ય બે બાળાઓ પાણીના પ્રવાહમ ગરક થઈ ગઈ હતી. આથી ગ્રામજનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીના પ્રવાહમાં તણાયેલી બે બાળાઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની જાણ થતાં વાંકાનેરના વિસ્તરણ અધિકારી ઘટનાસ્થળે જવા રવાના થયા હોવાનું ટીડીઓએ જણાવ્યું છે. પાણીના પ્રવાહમાં તણાયેલી બાળાઓની શોધખોળ કરવા એનડીઆરએફની ટીમની મદદ માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text