મચ્છુ 2 ડેમના દરવાજા ખોલતા મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા

- text


રવાપર, વજેપર, કુબેરનગર, પંચાસર રોડ, માધાપર, સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાં પાણી 

મોરબી : ગઈ કાલે સવારથી સતત વરસતા વરસાદ અને મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા મોરબી શહેરમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે.

મોરબી જિલ્લા-શહેરમાં પાછલા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે વાંકાનેર નજીક આવેલો મોરબી 2 ડેમ ઓવરફ્લો થતા તેના દરવાજા ખોલવાને કારણે મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે.

ખાસ કરીને કુબેરનગરમાં કેડ સમાં પાણી, તો વાવડી રોડ, પંચાસર રોડ, માધાપર, વજેપર, રવાપર રોડ સ્થિત કેનાલ નજીકની સોસાયટીઓમાં કેનાલનું પાણી ઘરોમાં ઘૂસતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. ગત વર્ષે જે પ્રકારે વરસાદી પાણીની સ્થિતિ હતી એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આમરણની આજુબાજુના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે આથી લોકોને ગોઠણડૂબ પાણીમાં રાત વિતાવવી પડી હતી.


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text

- text