મચ્છું-2 ડેમની સપાટી અડધો ફૂટ વધી, 3 હજાર ક્યુસેક પાણીની આવક

- text


 

ભારે વરસાદને કારણે નવા નીવ આવતા કુલ સપાટી 27.53 ટકાએ પહોંચી

મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમની સપાટીમાં અડધો ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં 3 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાં નવા નીરની આવક થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

- text

મોરબીમાં આજે મેઘરાજાએ સાંજના સુમારે બઘડાટી બોલાવી દેતા સમગ્ર શહેર પાણી- પાણી થઈ ગયું છે. તેમાં પણ શહેરની જીવાદોરી ગણાતા એવા મચ્છું-2 ડેમમાં 3 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. આજરોજ વરસાદને પગલે ડેમની સપાટી અડધો ફૂટ વધી છે. ડેમની કુલ સપાટી 27.53 ફૂટે પહોંચી છે. હાલ ડેમ 67.84 ટકા ભરાઈ ગયો છે.

- text