ખાખરાળા ગામનું તળાવ તૂટ્યું, મોટી વાવડી અને મેઘપર ઝાલા ગામ સંપર્ક વિહોણા થયા

- text


 

વાવડી રોડ પર સતનામ ગૌ શાળા તરફ જવાના રસ્તાનું નાલું તૂટ્યું

મોરબી : મોરબી પંથકમાં આજે ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ ખાનાખરાબી સર્જાઈ છે. જેમાં ખાખરાળા ગામનું તળાવ તૂટ્યું છે. જ્યારે મોટી વાવડી અને મેઘપર ઝાલા ગામ સંપર્ક વિહોણા થઇ ગયા છે. તેમજ મોરબીના વાવડી રોડ પર સતનામ ગૌ શાળા તરફ જવાના રસ્તાનું નાલું તૂટી ગયું હતું.

મોરબીના ગાંધીનગર( મોટી વાવડી) ગામે જવાના રસ્તા ઉપર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો છે. ગામમાં જવાની અવર- જવર બંધ થઈ ગઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

આવી જ રીતે ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જવાના પુલ ઉપરથી નદીના પાણી વહેતા ગામ સંપર્ક વિહોણું થયું છે. બીજી તરફ મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળા પાસે આવેલ નાલુ ભારે વરસાદને કારણે તુટી ગયું હતું.

આ સાથે ખાખરાળા ગામે તળાવ ઓવરફ્લો થઈને તૂટી ગયું છે. તેવું ગામના સરપંચ કમલેશભાઈ વડાવીયાએ જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે ખેવાડીયા ગામમાં પાણી ઘુસી ગયા છે. આ સાથે નારણકા અને માનસરને અસર થાય તેવી શકયતા છે.

- text

 

ગાંધીનગર( મોટી વાવડી) 

સતનામ આશ્રમ પાસે, વાવડી રોડ

- text