બગસરામાં જુગાર રમતા 6 શખ્સો 15 હજારની રોકડ સાથે ઝડપાયા

- text


માળીયા (મી.) : માળીયા મીયાણા પોલીસ દ્વારા બગસરા ગામે જાહેરમાં જુગાર રમતા 6 આરોપીઓને રોકડા રૂપીયા 15,930ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

ગઈકાલે તા. 16ના રોજ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે બગસરા ગામે શિવાભાઇ ભીખાભાઇ વાઘેલાના ઘરની બાજુમા ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જાહેરમાં તીન પત્તીનો જુગાર રમે છે. તેના આધારે આ જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ મનસુખભાઇ મગનભાઇ વાઘેલા, શંકરભાઇ ગાંડુભાઇ વાઘેલા, જેસીંગભાઇ સતાભાઇ વાઘેલા, જીલુભાઇ નાનજીભાઇ વાઘેલા, શિવાભાઇ ભીખાભાઇ વાઘેલા તથા ભવાનભાઇ નાનુભાઇ વાઘેલા (રહે. બધા બગસરા)ને રોકડા રૂ. 15,930ના મુદામાલ સાથે જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવેલ છે.

- text

- text