વાંકાનેરના એટ્રોસીટીના બે ગુનાઓના 14 આરોપીઓનો જામીન પર છૂટકારો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે તથા વાંકાનેર સીટી પોલીસે અલગ અલગ ફરીયાદીઓની ફરીયાદ પરથી બન્ને ગુનાના આરોપીઓ વિરુદ્ધ મારામારીનો તથા એટ્રોસીટીનો ગુનો નોંધી કુલ 14 આરોપીઓની ધરપકડ કરેલ હતી. બન્ને ગુનાના બધા આરોપીઓ તરફે મોરબીના યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા રોકાયેલ હતા.

- text

તેઓએ બચાવ પક્ષે એવી દલીલ કરેલ કે આરોપીને ખોટી રીતે ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે. આરોપીઓએ ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કે અપમાનીત કરેલ હોય તેવુ બનેલ નથી. સામાન્ય બોલાચાલીના બનાવને તદન ખોટી રીતે એટ્રોસીટીના ગુનાનુ સ્વરૂપ આપવામાં આવેલ છે. આરોપીઓને જેલમાં રાખવાથી ન્યાય સરે તેમ નથી. તેમજ વીવીધ વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરી જામીન તે નીયમ છે. અને જેલ તે અપવાદ છે. તેવા ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરેલ હતી. તમામ દલીલો સાંભળી કોર્ટે તમામ આરોપીઓ દીઠ રૂ. 15,000ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, ધર્મેશ જે. પરમાર, સીનીલ એસ. માલકીયા, જે. ડી. સોલંકી રોકાયેલા હતા.

- text