મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઘરના ગાર્ડનના મહત્વ અંગે શોર્ટ વિડિઓ સ્પર્ધાનું આયોજન

- text


મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઘરનાં “કીચન ગાર્ડન”માં ઉછેરેલ વિવિધ વનસ્પતિઓનાં નામ અને પરંપરાગત ઉપયોગો કે મહત્વ સમજાવતો શોર્ટ વિડીયો ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારાં માન્ય “આર્ય ભટ્ટ” લોકવિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે કાર્યરત છે. હાલ વર્ષાઋતુમાં આપણાં ઘર-આંગણે “કીચન ગાર્ડન”, જે ઘરનાં આંગણામાં હોય કે ફળીયામાં હોય કે પછી ગેલેરીમાં હોય કે ઘરની અગાસીમાં કે ઘર બહાર પડતર જગ્યામાં વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગાડવામાં આવેલ છે.

- text

આ સ્પર્ધામાં ભાગ લેવાં સ્પર્ધકે “કીચન ગાર્ડન”માં ઉછેરેલ વનસ્પતિઓનાં નામ અને તેનાં પરંપરાગત ઉપયોગો કે મહત્વ સમજાવતો શોર્ટ વિડીયો બનાવવાનો છે. જેમાં સ્પર્ધકે સમજાવવાનું છે કે આજુબાજુ વર્ષાઋતુમાં ઉગી નીકળતી વનસ્પતિને “ઘાસ” છે તેવું કહીને તુછકારીએ છીએ પણ એ ઉગી નીકળતું “ઘાસ’ એ “ઘાસ” નથી પણ “ખાસ” છે, એ “ફેમીલી ચિકિત્સક” છે. દરેક વનસ્પતિનાં ખાસ ગુણ છે, જીવ માત્રને ઉપયોગી છે, આવી વનસ્પતિનું નામ, ઉપયોગ કે મહત્વ સમજાવતો એ પણ “ઘરે બેઠાં” શોર્ટ વિડીયો બનાવીને નીચે આપેલ વૉટ્સેપ નંબર પર મોકલવાનો રહેશે.

ધોરણ ૧ થી ૫ છાત્રોએ બે મીનીટનાં વિડીયો, ધોરણ ૬ થી ૮ છાત્રોએ બે થી અઢ્ઢી મીનીટનો વિડીયો, ધોરણ ૯ થી ૧૨ના છાત્રોએ વધુમાં વધુ ત્રણ મીનીટનો વિડીયો, કૉલેજ કક્ષાએ કે શિક્ષકમિત્રો કે તજજ્ઞો કે વાલીઓ માટે ત્રણથી સાડા ત્રણ મીનીટની મર્યાદામાં વિડીયો મોકલવાનો છે. વિડીયો સાથે અલગથી સ્પર્ધકોએ નામ -ધોરણ/વ્યવસાય – સ્કૂલ/કૉલેજ તથા ગામ જણાવવાનું રહેશે. આ સ્પર્ધામાં શોર્ટ વિડીઓ ફિલ્મને નીચેનાં વૉટ્સેપ નંબર પર મોકલી આપવાની રહેશે. એન્ટ્રીની છેલ્લી તા. 28/8/2020, સાંજે 7=00 વાગ્યાં સુધીનો છે. વધુ વિગત માટે એલ. એમ. ભટ્ટ 98249 12230 / 87801 27202, દિપેન ભટ્ટ 97279 86386નો સંપર્ક કરવાનું રહેશે.

- text