ટંકારામાં નાસી છૂટેલુ કોરોનાગ્રસ્ત દંપતિ નદી કાંઠેથી ઝડપાયું

- text


અંતે દંપતી મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

ટંકારા : ટંકારામાં આજે પતિ-પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે આરોગ્ય વિભાગે પોલીસને જાણ કરતા પોલીસે કોરોના સંક્રમિત દંપતિને નદીના કાંઠેથી શોધી કાઢી આરોગ્ય વિભાગને હવાલે કર્યું હતું. આ ઘટનાના પગલે આરોગ્ય અને પોલીસ બન્ને વિભાગોમાં દોડધામ મચી ગઇ હતી.

ટંકારામાં કોરોના પોઝીટીવ પતિ- પત્નીને બપોર ટાકણે 108 એમ્બ્યુલન્સ મોરબી ખાતે લઈ જવા આવી હતી. ત્યારે દંપતિ ધરે થી નાસી જતા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રમા દોડધામ મચી હતી. જે બાબતે ટંકારા પોલીસના મહીલા ફોજદાર એલ.બી. બગડાએ તાત્કાલિક સમાજના આગેવાનોનો સંપર્ક કર્યો હતો અને દંપતિ ક્યા છે ની શોધખોળ આદરી હોય ટંકારાની નદીના કાંઠે હોવાની હકીકત મળતા આગેવાનો દોડી આવ્યા હતા અને સમજાવટ કરી પોલીસને જાણ કરી ટંકારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ હાલ તેને ધરે હોમ કોરોનટાઈન માટે લઈ ગયા છે.

- text

આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવડીયા સાથે વાત કરતા તેઓર જણાવ્યું હતું કે પતિ પત્ની કોરોના ને કારણે ભયભીત અનુભવતા હોય શાંતિ પુર્વક સમજાવટ થી હિસ્ટ્રી જાણવા પ્રયાસ કરી રહ્યા છે અને વધુ મેડીકલ ચેકઅપ માટે કાલે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તેવું મોરબી અપડેટને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નાશી ગયેલા કોરોના પોઝીટીવ દંપતિ પરત ફર્યા બાદ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આ કામગીરીમાં આરોગ્ય વિભાગના સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, મનસુખભાઇ મસોત, ઉમેશભાઈ ગોસાઈ, પ્રશાંતભાઈ પટેલ, નવનીતભાઈ રાઠોડ, અવેશ કડીવાર, મિલનભાઈ પંડ્યા, બીનાબેન સેરસિયા, મુનિષ મેરાણીયા અને આશાબહેનો રોકાયા હતા.

 

- text